
સરકારી વિનયન કૉલેજ તિલકવાડા. તા. તિલકવાડા, જિ. નર્મદામાં આપનું સ્વાગત છે. ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 2016 માં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં, સરકારી વિનયન કૉલેજ તિલકવાડાની શરૂઆત કરવામાં આવી.આ કૉલેજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવે છે. અમારી સંસ્થાનો મુખ્ય હેતુ વિધાર્થીઓને શિક્ષણની સાથે બૌદ્ધિક રીતે સક્ષમ,પ્રામાણિક અને આર્થિક સશક્ત બનાવવાનો છે.તિલકવાડા તાલુકો નર્મદા નદીના કિનારે આવેલો વિકાસશીલ તાલુકો છે. આ વિસ્તાર આર્થિક-સામાજિક પડકારો વચ્ચે વિવિધ કુદરતી સંશાધનો ધરાવતો ગ્રામીણ વિસ્તાર છે. વિદ્યાર્થીઓ આર્થિક વિકાસની સાથે-સાથે ગ્રામીણ વિકાસ કરી રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બની રચનાત્મક કાર્ય કરે અને વાસ્તવિક જીવનમાં આગળ વધી તેમનો સર્વાંગી વિકાસ થાય તેવી તાલીમ અને શિક્ષણ અહીં પ્રદાન કરવામાં આવે છે.બહારની દુનિયા સાથેની સ્પર્ધામાં અને સ્પર્ધાત્મક યુગમાં યુવાનોને સક્ષમ બનાવવા માટે એક શૈક્ષણિક સંસ્થાને લગતી તમામ માળખાકીય સુવિધાઓ કૉલેજ પૂરી પાડે છે. વિદ્યાર્થીઓનાં જીવન ઘડતર માટે હું, મારા તમામ સ્ટાફ સાથે વિકાસલક્ષી અને કૌશલ્યવર્ધક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ કરવાની ખાતરી આપું છું.. આભાર કૉલેજની વેબસાઇટની મુલાકાત લેવા બદલ આપનો આભાર.
Copyright © Govt Arts College,Tilakwada All rights reserved. | Designed & Developed By : pCube Software Solution